so:text
|
તમારે તમારી પૂરી શક્તિથી એકજ રસ્તાને વળગી રેહવું જોઈએ. એક માણસ, ઘરની છત પર પોહચવા માટે, પત્થરના દાદરા, અથવા સીડી, અથવા દોરડાની સીડી અથવા દોરડા અથવા વાંસના ડંડાનો ઉપયોગ કરી શકે છે. પરંતુ તે છત સુધી ના પોહચી શકે જો તે વારંવાર પગ એક બીજા પર મુકે. તેને નિશ્ચિન્તપણે એક જ રસ્તાને વળગી રેહવું જોઈએ. તેવી જ રીતે, ભગવાન ને પામવા માટે, કોઈ એક રસ્તાને વળગી રેહવું જોઈએ. પરંતુ બીજા રસ્તાઓ જે ભગવાનસુધી પોહ્ચે છે તેને આદરથી જુએ. તમારે એવું ના માનવું જોઈએ કે તમારો રસ્તો જ માત્ર સાચો છે, અને બીજા બધા ખોટા. તમારે બીજા તરફ ખાર તો ના જ રાખવી જોઈએ. (gu) |