Mention240250

Download triples
rdf:type qkg:Mention
so:text અહીં બગીચો હોય અને બગીચાની બહાર વાડો હોય. અને વાડાની બહાર ગલકાં-દૂધી એ બધું લટકતું હોય, એના મૂળ માલિકના સ્પેસની બહાર લટકતું હોય તો ય પણ લોક શું કહે છે ? 'હેય, આ તો પેલા સલિયાની વાડી છે, ના તોડીશ. નહીં તો મિયાંભાઈ મારી મારીને તેલ કાઢી નાખશે.' અને કોઈ આપણા લોકોનું હોય તો લોક તોડી જાય. કારણ કે એ જાણે કે આ વાડી તો અહિંસક ભાવવાળાની છે. એ તો જવા દે. લેટ ગો કરે. અને સલિયો તો સારી પેઠ માર આપે. એટલે સલિયાની વાડી પરથી એક ગલકું કે દૂધી લેવાતું નથી, તો આ ભગવાનની વાડી પરનો માકણ શું કરવા મારો છો ? ભગવાનની વાડી તમે લૂંટો છો ?!!! આપને સમજમાં આવ્યું ? એટલે એક પણ જીવને ના મરાય. (gu)
so:isPartOf https://gu.wikiquote.org/wiki/%E0%AA%A6%E0%AA%BE%E0%AA%A6%E0%AA%BE_%E0%AA%AD%E0%AA%97%E0%AA%B5%E0%AA%BE%E0%AA%A8
so:description સૂક્તિઓ (gu)
so:description અહિંસા (gu)
Property Object

Triples where Mention240250 is the object (without rdf:type)

qkg:Quotation226279 qkg:hasMention
Subject Property