so:text
|
બહુ મોટો કલેક્ટર જેવો એક માણસ હતો. એને ઘેર મને એણે બોલાવેલો. મને કહે છે, 'માકણ તો મારી નાખવા જ જોઈએ.' મેં કહ્યું, 'ક્યાં લખ્યું છે એવું ?' ત્યારે એ કહે છે, 'પણ એ તો આપણને કરડે છે ને આપણું લોહી ચૂસી જાય છે.' મેં કહ્યું કે, તમને મારવાનો અધિકાર કેટલો છે એ તમને કાયદેસર રીતે સમજાવું. પછી મારો કે ના મારો, તેમાં હું તમને કશું નથી કહેતો. આ જગતમાં કોઈ પણ માણસ એક માકણ પોતે બનાવી આપે તો પછી મારજો. જે તમે 'ક્રિયેટ' કરી શકો છો, તેનો તમે નાશ કરી શકો છો. તમે 'ક્રિયેટ' નથી કરતા, એનો નાશ તમે કરી ના શકો. (gu) |