so:text
|
સત્ય એકજ છે; ફક્ત તેને અલગ અલગ નામથી ઓળખાવવામાં આવે છે. બધા લોકો એકજ સત્યનેં શોધે છે; અલગતા વાતાવરણ, સ્વભાવ અને નામને કારણે છે. એકજ તળાવનાં ઘણાં ઘાટો છે. એક ઘાટ પરથી હિંદુઓ ઘડામાં પાણી ભરે છે અને તેને "જળ" કહે છે. બીજા ઘાટ પરથી મુસલમાનો ચામડાની મશકમાં પાણી ભરે છે અને તેને "પાણી" કહે છે. ત્રીજા પરથી ક્રિશ્ચિયનો તેજ વસ્તુ ભરે છે અને તેને "વોટર" કહે છે. ધારો કે કોઇ કહે કે આ વસ્તુ "જળ" નહીં પણ "પાણી" છે, કે પછી "પાણી" નહીં પણ "વોટર" છે, કે "વોટર" નહીં પણ "જળ" છે, તો તે હાસ્યાસ્પદ વાત હશે. પરંતુ આજ વસ્તુ સંપ્રદાયો વચ્ચે સંઘર્ષોનું, અણસમજણોનું અને ઝઘડાઓનું મુળ કારણ છે. આજ કારણે લોકો ધર્મનાં નામ પર એકબીજાને ઇજા અને હત્યાઓ કરે છે, અને એકબીજાનું રક્ત વહાવે છે. પરંતુ આ સારૂં નથી. દરેક ઇશ્વરની તરફજ જાય છે. તેઓ બધાજ તેમનો સાક્ષાત્કાર કરી શકશે જો તેઓમાં ઇમાનદારી અને હ્રદયપૂર્વકની ભાવના હશે તો. (gu) |